બેવફાઇ નો બદલો - Horror Story In Gujarati
ધનદોલત, બાપદાદાની અઢળક મિલકત બધું જ 2 અપૂર્વની પાસે હતું. તે દારૂ અને સ્ત્રી-ભોગવિલાસ જરૂર કરતો, પરંતુ એક લિમિટમાં. તેને ફક્ત મંત્રતંત્ર અને પરાશક્તિઓનાં રહસ્યને શોધવાનો શોખ હતો. જોકે, તેને એક વાર : હાર્ટએટેક આવી ગયો હતો 1 ને હવે તે વધુ આઘાત જીરવી શકે તેમ નથી તેવી ચેતવણી ડૉક્ટરે આપી હતી.
એક દિવસ તે પોતાની રહસ્યમય લાઈબ્રેરીમાં ચોપડીઓથી ભરેલાં કબાટોની વચ્ચે એક સોફા ઉપર બેસીને કાંઈક વિચારી રહ્યો હતો કે કોઈકે દરવાજો ખખડાવ્યો. તેણે દરવાજો ખોલ્યો, પરંતુ દરવાજે ઊભેલી વ્યક્તિને જોઈને તેને જબરજસ્ત આંચકો લાગ્યો. એક બહુ જ ખૂબસૂરત છોકરી તેની સામે ઊભી હતી. મંદમંદ હસતી હતી. તેણે સ્માઈલ આપતાં કહ્યું કે, 'ગૂડ મોર્નિંગ સર!' અપૂર્વ હેરાનભરી આંખે તેના મોઢાર્ને જોઈ રહ્યો હતો. ત્રણ વર્ષ પહેલાંની યાદો તેની આંખો સામે તરવરવા લાગી.
'એક દિવસ અપૂર્વને ખબર પડી કે કામરૂપ દેશમાં સત્તરમી સદીમાં એક એવો કબીલો રહેતો હતો જેના સભ્યો વર્ષમાં એક વાર કોઈ પણ પ્રાણીના રૂપમાં પોતાને બદલી નાંખતા હતા. આના માટે કેટલાંક અનુષ્ઠાન કરવામાં આવતાં હતાં.”
તે તાંત્રિક કબીલાના અમુક બચી ગયેલા લોકોને શોધતી વખતે અપૂર્વની મુલાકાત ત્યાં એક દુકાનદારની છોકરી અંકિતા સાથે થઈ. તેમની વચ્ચે મુલાકાતો વધી, જે પછી પ્રેમમાં પરિણમી. અપૂર્વ અંકિતાની જવાનીમાં ફસાઈ ગયો હતો. ત્યાં તેને યાદ આવ્યું કે તે જે અભિયાન ઉપર નીકળ્યો છે, એને તો આ જવાનીના ખેલમાં ભૂલી જ ગયો છે. બસ, પછી શું હતું, મોકો મળતાં જ તે ત્યાંથી ભાગી ગયો.
ત્રણ વર્ષે પસાર થઈ ગયાં. હવે તો તે અંકિતાને ભૂલી પણ ગયો હતો, પરંતુ હવે જયારે તે બધાથી દૂર અહીંયાં એકાંત જિંદગી માણતો હતો, ત્યાં ન જાણે ક્યાંથી અંકિતા તેને શોધતી આવી ગઈ. અપૂર્વએ સ્વસ્થતા ધારણ કરીને કહ્યું. 'અંકિતા, તારા માટે શું કરી શકું?' તારે કશું જ નથી કરવાનું, પરંતુ આટલે બધે દૂરથી તારા માટે કાંઈક કરવા માટે આવી છું.
અમારા ગામમાં તું કાયા પરિવર્તન કરનાર કબીલાના લોકોને શોધવા માટે આવ્યો હતો. તને યાદ છેને! આ સંબંધમાં મને જાણકારી મળી છે. આ સાંભળીને અપૂર્વને બહુ જ નવાઈ લાગી. અપૂર્વએ કહ્યું, 'આટલે બધે દૂર તું મને શોધતી શોધતી અહીંયાં સુધી આવી ગઈ? ફક્ત મારું જ્ઞાન વધારવા માટે, મારી જિજ્ઞાશા શાંત કરવા માટે?'
નહીંતર, શું તું એમ વિચારી રહ્યો છે કે તું મારી સામે મારી જોડે કરેલી બેવફાઈનો બદલો લેવા આવી છું?’ 'અરે, ના...ના...! હું એવું નથી વિચારતો. હું તારો આભારી છું.”, “જ્યારે તું ત્યાંથી જતો રહ્યો હતો તેના ત્રણ મહિના પસાર થયા પછી...' અચાનક અંકિતા રોકાઈ ગઈ અને આમતેમ નજર દોડાવી. તેણે કહ્યું કે મને એક સિગારેટ પીવડાવ. અપૂર્વ સિગારેટ લેવા અંદર ગયો. તે ભારે ઉતાવળમાં હતો કે પરકાયા પ્રવેશનું રહસ્ય અંકિતા તેને ઝડપથી જણાવી દે. થોડીક વાર પછી તેને સિગારેટનું પેકેટ મળ્યું. જે લઈને તે લગભગ દોડતો દોડતો ડ્રોઈંગ રૂમમાં ગયો તો ડરથી તેની આંખો ફાટી ગઈ. તેણે પેન્ટમાં જ બાથરૂમ કરી દીધું.
અંકિતા જે ખુરશીમાં બેઠી હતી ત્યાં અંકિતાનું ગુલાબી સ્કર્ટ પડયું હતું અને તેની ઉપર એક મોટો દેડકો બેઠેલો હતો. જે તેની ગોળગોળ આંખોથી અપૂર્વની સામે જોઈ રહ્યો હતો. નીચે કાર્પેટ ઉપર અંકિતાનાં બ્રા અને ટોપ પડેલાં હતાં. એકદમ તેને વિચાર આવ્યો કે શું અંકિતા દેડકો બની ગઈ છે? આ વિચાર આવતાં અપૂર્વને લાગ્યું કે આખો ડ્રોઈંગરૂમ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યો છે. ભય અને આશ્ચર્યને કારણે તેણે એક જોરદાર ચીસ પાડી.
આ ચમત્કારને તે જીરવી ન શક્યો અને ક્ષણભરમાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું અને તે ધેડામ કરીને જમીન ઉપર પડી ગયો. ત્યાં જ બાથરૂમનો દરવાજો ખોલીને અંકિતા ડ્રોઇંગરૂમમાં આવી અને એકએક ડગલું ભરીને અપૂર્વની નજીક આવી. એક કાતિલ હાસ્ય તેના હોઠ ઉપર આવી ગયું.
આજે અપૂર્વના ધબકારા તેની સાથે બેવફાઈ કરી ગયા. અંકિતા ખુરશી પર પડેલાં કપડાં ઉપાડીને પહેરવા લાગી. છોકરીમાંથી સ્ત્રી બનાવીને મોઢું ફેરવી નાંખનારને તેણે સીધું મોત જ આપી દીધું.
વાંચવા બદલ આભાર 🙏